સુરત જિલ્લાનાં હલધરૂ ગામે ગેર કાયદેસર ગેસ રિફલીંગ કરતા દુકાન માલિકની અટક કરી હતી. મળતી માહિતી મુજબ, કામરેજના હલધરૂ ગામે બાલાજી એપાર્ટમેન્ટ દુકાનમાં દુકાન માલિક રામસિંગ સદાવૃક્ષ ચૌહાન ગેરકાયદે ગેસ રિફિલિંગ કરતો હોવાની એસ.ઓ.જી. પોલીસને બાતમી મળી હતી.
પોલીસે દુકાનની અંદર તપાસ કરતા તે ઇસમ કોઈપણ જાતના પરવાના વિના ગેસ રિફિલિંગ કરી લોકોની જિંદગી જોખમાય તેવું ગુનાહિત કૃત્ય કરતા ઝડપાઈ ગયો હતો. પોલીસે જગ્યાએથી બાટલાઓ, પાઈપ, વજનકાંટા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ પોલીસે દુકાન માલિક રામસિંગ સદાવૃક્ષ ચૌહાન (ઉ.વ.૪૨, રહે.જોલવા ગામ, તા.પલસાણા)ની અટક કરી વિપુલ નામના ઇસમને વોન્ટેડ જાહેર કર્યો હતો.
