ચીખલી જુના વલસાડ રોડ બેંક ઓફ બરોડા પાસે સંબંધીને ત્યાં રહેવા આવેલા અજયભાઈ ધ્રુવ (રહે.બાજીપુરા, વાલોડ)એ ત્રણ વર્ષથી તેની સામે ભરણ પોષણનો કેસ ચાલતો હોય માનસિક તણાવમાં આવી કચરુ મારવાની ઝેરી દવા પી જતા સારવાર દરમિયાન નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે મૃત્યુ પામતા પોલીસે અકસ્મતા મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, કરણભાઈ રવજીભાઈ ધ્રુવે પોલીસ મથકમાં જણાવ્યા અનુસાર તેનો ભાઈ અજયભાઈ રવજીભાઈ ધ્રુવ છેલ્લા ત્રણ વર્ષથી કોર્ટમાં ભરણ પોષણનો કેસ ચાલતો હોવાથી માનસિક તણાવમાં રહેતો હતો. તેથી ચીખલી જુના વલસાડ રોડ બેંક ઓફ બરોડા પાસે ઘાસ કચરુ મારવાની ઝેરી દવા પી જતા સારવાર માટે નિરાલી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા અને તેને વધુ સારવારની જરુર હોય નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જતા ફરજ ઉપરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. મૃતકના ભાઈ કરણભાઈ ધ્રુવની ફરીયાદને આધારે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી ઘટનાની વધુ હાથ ધરી હતી.
