નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ ચિરાગ રાઠોડને એન્ટી કરપ્શન બ્રાન્ચે ઇંગ્લિશ દારૂના ગુનામાં જામીન મુક્ત કરવા બદલ રૂ.૪૦ હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયો હતો. જ્યારે પી.એસ.આઈ. અમૃત વસાવા મળી નહીં આવતા વોન્ટેડ જાહેર કરાયો હતો. પોલીસ સ્ટેશનમાં જ એ.સી. બી. ટેપ થી પોલીસ ડીપાર્ટમેન્ટમાં ખળભળાટ વ્યાપી ગયો છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં ઇંગ્લીશ દારૂનો ગુનો નોંધાયો હતો.
