વાપીનાં સેલવાસ રોડ ઉપર શીતલ એપાર્ટમેંટ પાસે પાર્ક કરેલ ઓટો રીક્ષા કોઈ અજાણ્યા ચોર ઈસમ ચોરી કરી ગયાની ઘટના બની હતી.
મળતી માહિતી મુજબ, વાપી-સેલવાસ મેઇન રોડ ઉપર આવેલા શીતલ એપાર્ટમેન્ટ સામે એસબીઆઈ એટીએમની બાજુમાં પાર્ક કરેલી બજાજ કંપનીની કાળા કલરની રિક્ષા જેની આશરે કિંમત રૂપિયા ૧,૨૫,૦૦૦/-ની કોઈ અજાણ્યો ચોર ઇસમ સ્ટેરીંગ લોક તોડી અથવા ડુપ્લીકેટ ચાવી વડે ચાલુ કરી ચોરી કરી થયાની ઘટના બની હતી. રીક્ષા ચોરી અંગે કલીમ સલીમ સૈયદએ વાપી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
