વાપી જી.આઈ.ડી.સી. ૪૦ શેડ એરીયા જાહેર રોડ ઉપર લોકલ ક્રાઈમ બ્રાન્ચ વલસાડ ટીમએ બાતમીના આધારે મારી કોઈ ટ્રાન્સપોર્ટ કંપની મારકને પાર્સલ સ્વરૂપે રાજકોટ મોકલવાની પેરવી કરી રહેલા ઈસમને પોલીસે ઝડપી પાડી રૂપિયા ૩.૧૮ લાખનો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. મળતી માહિતી મુજબ, લોકલ કાઈમ બાન્ય વલસાડની ટીમ વાપી જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી હકીકત મળી હતી કે, વાપી જી.આઈ. ડી.સી ખાતે આવેલી નારણજી પેરાજ ટ્રાન્સપોર્ટની સામે જાહેર રોડની બાજુમાં એક ઈસમ સફેદ મીણીયા થેલીઓના મોટા પાર્સલો લઈ ઉભેલો છે અને આ પાર્સલોમા દારૂની બોટલો ભરેલી છે.
આ બાતમીના આધારે બાતમી વાળા સ્થળે છાપો માર્યો હતો ત્યાં બાતમી વર્ણન વાળો ઇસમ પાર્સલ સાથે ઊભો હતો તેને પકડી પાડી તેને પાર્સલો કોના છે? તે બાબતે પૂછપરછ કરતા તેણે આ પાર્સલો પોતાના હોવાનુ જણાવ્યું હતું આ પાર્સલોમા શું ભરેલ છે તે બાબતે પૂછપરચ કરતા ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો. જેથી કુલ આઠ સફેદ કલરની પ્લાસ્ટીકની મીણીયા કોથળામાં બનાવેલા પાર્સલ ઉપરની પ્લાસ્ટીકની સફેદ કલરની મીણીયા થેલી કાપી જોતા તેમાથી દારૂ મળી આવ્યો હતો.
આ ઈસમનું નામઠામ પૂછતા તેણે પોતાનુ નામ યાકુબભાઈ મુસાભાઈ ઈસ્માઈલભાઈ મોટાણી (રહે.વાંકાનેર સોસાયટી, ૩/૪ નંબરનો ખુણો જામનગર રોડ બજરંગવાડી રાજકોટ)નો હોવાનુ જણાવ્યું હતું. તેના કબ્જામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ વ્હીસ્કીના બોક્ષ નં ૨૪ બાટલી નંગ ૧૧૫૨ જેની કિંમત રૂપિયા ૩,૧૮,૯૧૨/- મળી આવતા તે જપ્ત કર્યો હતો. આ દારૂનો જથ્થો સેલવાસથી છોટા હાથી ટેમ્પોમાં ભરી લાવી અને ટ્રાન્સપોર્ટ મારફતે રાજકોટ લઈ જવાનો હોવાની કેફિયત કરી હતી આ મામલે વાપી જી આઈ ડી સી પોલીસ મથકે પ્રોહબિશનની વિવિધ કલમ હેઠળ ફરિયાદ નોંધાવી આગળની તપાસ હાથ ધરી હતી.
