નાગરિક સંરક્ષણ દળ (સિવિલ ડિફેન્સ) નાગરિકોનું બનેલું સ્વયંસેવક દળ છે. નાગરિક સંરક્ષણનો ઉદ્દેશ્ય કુદ૨તી તથા માનવસર્જિત ઘટનાઓ/આપદાઓના સમયમાં સમાજના આમ નાગરિકોને જાગૃત કરી મદદ કરવાનો છે. પૂર હોનારત, વાવાઝોડા, ભૂંકપ તથા યુદ્ધ જેવી પરિસ્થિતિમાં નાગરિક સંરક્ષણના સ્વંયસેવકો ખડેપગે રહીને સમાજને મદદ ક૨તાં હોય છે. તાજેતરમાં સર્જાયેલ પરિસ્થિતિ ધ્યાને લઇ સમાજમાં લોકોને જાગૃત ક૨વા તેમજ પરિસ્થિતિ સાથે લડવા નાગરિક સંરક્ષણ હેઠળ આમ નાગરિકો દ્વારા નાગરિક સંરક્ષણની માનદરસેવામાં જોડાવું ખુબજ અનિવાર્ય બન્યું છે.
જિલ્લા કક્ષાએ : કલેકટર કચેરી, તાપી-વ્યારા (ડિઝાસ્ટર શાખા), જિલ્લા સેવાસદન, બ્લોક નં.૧ અને ૨, પાનવાડી, વ્યારા, જિ.તાપી,વોટસએપ નંબર:- ૬૩૫૪૬૨૧૦૨૪ (જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ) પર સંપર્ક કરવાનો રહેશે. તથા તાલુકા કક્ષાએ (૧) મામલતદાર કચેરી વ્યારા,વાલોડ, ડોલવણ,સોનગઢ, ઉચ્છલ, નિઝર,કુકરમુંડા ખાતે જઈ રૂબરૂ રજીસ્ટ્રેશન કરાવી શકાશે. આ ઉપરાંત (૧) વ્યારા (૨) ડોલવણ (૩) વાલોડ (૪) સોનગઢ (૫) ઉચ્છલ (૬) નિઝર (૭) કુકરમુંડા (૮) કાકરાપાર (૯) ઉકાઇના પોલીસ સ્ટેશન પર જઈને પણ રજીસ્ટ્રેશન પ્રક્રિયા કરી શકશે.
ઓનલાઇનના માધ્યમથી નીચેની લીંક : https://www.surveyheart.com/form/6822fec9f061e226ef34e318 પર રજીસ્ટ્રેશન કરી શકાશે. એમ નાયબ નિયંત્રક નાગરિક સંરક્ષણ અને નાયબ કલેકટ૨-૧ કલેકટર કચેરી તાપી-વ્યારાની અખાબરી યાદિમાં જણાવાયું છે.
