બારડોલીનાં તેન ગામની ચાણક્યપુરસ સોસાયટીમાં રહેતા નિવૃત અજયકુમાર ચાવડા નામના ઈસમ સાથે બન્યો છે. અજાણ્યા લોકોએ તેમને મોબાઈલ પર નકલી સી.બી.આઈ. ઓપિસર, જજ અને પોલીસની ઓળખ આપી અરેસ્ટ હુકમનો કોર્ટ ઓર્ડર મોકલી જામીનગીરીના નામે અલગ અલગ મળી કૂલ રૂ.૬૧.૩૦ લાખ તેમના બેંક ખાતામાંથી આર.ટી.જી.એસ મારફતે ટ્રાન્સફર કરાવી ફોડ કર્યાનો બનાવ બારડોલી પોલીસ ચોપડે નોધાયો છે.
મળતી માહિતી મુજબ, બારડોલી ટાઉન પોલીસ મથકેથી જાણવા મળતી વિગત પ્રમાણે, અજયકુમાર ચાવડા હાલમા નિવૃત છે તેઓ ઘર નં.ડી-૩ ચાણકયપુરી સોસાયટી તેન ગામ બારડોલી ખાતે રહે છે. કોઈ અજાણ્યા ઈસમોએ તેઓનો મોબાઈલ ફોન પર સંપર્ક કરી મોબાઈલ અને ટેકનોલોજીનો ઉપયોગ કરી નિવૃત્તિ કર્મચારી અજયકુમાર ચાવડાને છેતરપિંડી કરનારા ઈસમોએ નકલી સી.બી.આઈ ઓફિસર તરીકે તેમજ જજ અને પોલીસ તરીકે ઓળખ આપી મોબાઈલ ફોન પર અરેસ્ટ હુકમ તથા કોર્ટના ઓર્ડરો મોકલી જામીનગીરી ના નામે અલગ અલગ રીતે કૂલ રૂ.૬૧,૩૦,૦૦૦ તેમના ખાતામાંથી આર.ટી.જી.એસ મારફતે છેતરપિંડી કરનારા લોકોએ ટ્રાન્સફર કરાવી લઈ નિવૃત્ત કર્મચારી અજયકુમાર ચાવડા સાથે ફોડ કર્યો હતો. બનાવ અંગે અજયકુમાર ચાવડાએ બારડોલી ટાઉન પોલીસ મથકે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો.
