સંઘપ્રદેશ દમણના કચીગામ ચાર રસ્તા ખાતે આવેલ સાંઈ કોમ્પલેક્ષમાં એસએસ ટેલિકોમ નામની દુકાનમાં ગત તારીખ ૭ નારોજ ૧૦ જેટલા મોબાઈલ ફોન જેની કિંમત ૬૭,૫૦૦ એસેસરી રૂ.૧૨,૦૦૦ વગેરે મળી કુલ બે લાખ દસ હજાર રૂપિયાની મતાની ચોરી થઈ હોવાની ફરિયાદ દુકાન માલિકે દમણ પોલીસ મથકમાં નોંધાવી હતી.
જે અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચ દાદરા નગર હવેલી દમણ દીવ અને કચિગામ પોલીસ સ્ટેશન દ્વારા તપાસ શરૂ કરતા આ સમગ્ર કેસમાં પાંચ જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપી રીઢા ગુનેગાર છે. અને તેઓ અગાઉ ગુજરાત, મહારાષ્ટ્ર, દાદરા નગર હવેલી વિસ્તારમાં વિવિધ જગ્યા ઉપર ચોરીમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે.
જેમાં અંદાજિત ૧૦ જેટલા મોબાઈલ ફોન રોકડ રૂપિયા ૬૭,૫૦૦ એમ જ ૧૨૦૦૦ રૂપિયાની મોબાઈલની એસેસરીની ચોરી થઈ હતી. જેમાં કુલ મળી બે લાખ દસ હજાર રૂપિયાનો મુદ્દામાલ ચોરી થયો હતો. જે અંતર્ગત દુકાનના માલિક સમીર ચુનારા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ક્રાઈમ બ્રાન્ચ દાદરા નગર હવેલી દમણ દીવ અને કચીગામ પોલીસ દ્વારા સંયુક્ત રાહે તપાસતો ધમધમાટ શરૂ કરતાં સોથી વધુ સીસીટીવી કેમેરા એનાલિસિસ કર્યા હતા. જેમાં વાપી, દમણ સહિતની પોલીસની ટીમ તેમજ હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે સીસીટીવી ફૂટેજ દ્વારા એક ઈસમ આઝાદ મુસ્તાક પઠાણનું લોકેશન મળી આવ્યું હતું. જે મુંબઈમાં હતું તે અંતર્ગત પોલીસે તાત્કાલિક એક ટીમ મુંબઈ માટે રવાના કરી હતી. અને તેને અટકાયત કર્યા બાદ પ્રાથમિક પૂછપરછ કરતા તેની સાથે અન્ય ચાર ઈસમો પણ સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસે કુલ પાંચ જેટલા ઈસમો આઝાદ મુસ્તાક પઠાણ રહેવાસી ભયંદર ઈસ્ટ થાને મહારાષ્ટ્ર, દિવાનસિંહ ઉર્ફે રાહુલ ઓમકાર થોમર રહેવાસી ભયંદર ઈસ્ટ થાને મહારાષ્ટ્ર, શંકર રામ દયાલ મોરિયા રહેવાસી કોલીવાડા નિયર રેલવે પોલીસ સ્ટેશન વાપી, રાજપતિ શાંતારામ પાલ રહેવાસી ભયંદર ઇસ્ટ, મહારાષ્ટ્ર, શિવમ અશોક પાંડે રહેવાસી ભાયંદર ઈસ્ટ થાને મહારાષ્ટ્ર, આમ પાંચ લોકોની ધરપકડ કરી છે. પોલીસે પકડાયેલા ઈસમો પાસેથી ચોરીમાં લેવાયેલા ૨૦ જેટલા મોબાઈલ ફોન,એક યર બર્ડ, બે સ્માર્ટ વોચ, એક સ્કુ ડ્રાઈવર અને એક આયર્ન રોડ કબજે કર્યો છે. પકડાયેલા આરોપીને દમણ કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા ત્રણ દિવસની પોલીસ રિમાન્ડ આપવામાં આવ્યા છે. પકડાયેલા પાંચે આરોપી સામે અનેક ગુનાઓ નોંધાયેલા છે. જેમાં રાજપતિ શાંતારામ પાલની સામે ૧૨ જેટલા ક્રિમિનલ કેસ અગાઉ નોંધાઈ ચૂક્યા છે.
