માંડવીનાં તાપી નદીના નવા પુલ પર માંડવીથી તરસાડા જતાં નેશનલ હાઈવે નંબર ૫૬ પર મોટર સાઈકલ સ્લીપ થઈ જતાં ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જયારે પાછળ બેસેલ યુવકને ઇજા પહોંચી હતી. બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, માંડવી તાલુકાનાં નાની ચેર ગામે કોળીવાડ ફળિયામાં રહેતા ધાર્મિકભાઈ રાયસિંગભાઈ ચૌધરી ગત તારીખ ૧૧મી નારોજ પોતાના માસીના છોકરો આર્યન નિતેશ ચૌધરી (રહે.ટેકરી ફળિયું, વાંકલા, માંડવી) સાથે માલધા ગામે લગ્ન પ્રસંગમાં ગયા હતા.
ત્યાથી તેઓ પરત ઘરે ફરી રહ્યા હતા. બાઈક આર્યન ચલાવી રહ્યો હતો. ત્યારે માંડવીના તાપી નદી પરના નવા પુલ પર આર્યને પૂરઝડપે બાઈક ચલાવતા સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવી થઈ જતાં બંને નીચે પટકાયા હતા. આ અકસ્માતમાં ધાર્મિક અને આર્યનને ગંભીર ઈજા થઈ હતી. આર્યનને વધુ સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
