સુરતનાં પલસાણા તાલુકાનાં બલેશ્વર પાસેથી સુરત જિલ્લા એલ.સી.બી. પોલીસે કન્ટેનરમાંથી કૂલ રૂપિયા ૨૩.૬૪ લાખનો વિદેશી દારૂ સહિત કૂલ રૂપિયા ૩૮.૬૪ લાખનો મુદામાલ ઝડપી પાડ્યો હતો એકને વોન્ટેડ જાહેર કર્યો હતો. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, એલ.સી.બી. પોલીસ સ્ટાફની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે સમયે બાતમી મળી હતી કે, એક ટાટા કંટેનરમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને લઈ જવાઈ રહ્યો છે.
જે બાતમીના આધારે પોલીસે મુંબઈથી અમદાવાદ જતા હાઈવે ઉપર બલેશ્વર ગામની હદમાં સહયોગ હોટલની સામે સર્વિસ રોડ પર વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીનાં વર્ણન વાળું કન્ટેનર ત્યાંથી પસાર થતું ત્યારે પોલીસે તેને કરતા કન્ટેનરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ-બીયરની નાની મોટી કૂલ ૮,૧૮૪ કુલ બાટલી તથા ટીન મળી આવી હતી જેની કિંમત રૂપિયા ૨૩,૯૪,૯૬૦/- વિદેશી દારૂ ભરેલ ટ્રક કન્ટેનર મળી કુલ રૂપિયા ૩૮,૬૪,૯૬૦/-નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધ્યો હતો. પોલીસે ફરાર કન્ટેનર ચાલકની શોધખોળ સહીત વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
