સુરત જિલ્લાનાં કામરેજનાં પરબ ગામે કંપનીમાં સાફસફાઈ કરતી વેળા એક મહિલાની સાડી મશીનમાં આવી જતા તેને ગંભીર ઈજા થતાં ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું.
તે દરમિયાન ગંગાબેનની સાડીનો છેડો રેપિયર જેકાર્ડ મશીનમાં આવી ગયો હતો. ત્યારે મશીન ચાલુ હોવાથી સાડી ખેંચાતા જેમને માથાના તેમજ શરીરના વિવિધ ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સાથી કામદારોએ તાત્કાલિક મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ગંગાબેનને ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટના અંગે કામરેજ પોલીસને જાણ કરવામાં આવતા બનાવનાં સ્થળે દોડી આવેલી પોલીસે હાલ અકસ્માત મોતનો ગુન્હો નોંધાયો હતો.
