૨૦૨૩માં સ્ટ્રિમ થયેલી સોનાક્ષી સિંહાને પોલીસ અધિકારી તરીકે ચમકાવતી ‘દહાડ’ની પહેલી સીઝન સફળ રહી હતી. રાજસ્થાનનાં એક નાનકડાં ગામમાં ૨૭ મહિલાઓ ગાયબ થઇ ગયા બાદ તેની તપાસ કરતી પોલીસ અધિકારી અંજલિ ભાટીની ભૂમિકામાં દર્શકોએ સોનાક્ષીને પસંદ કરી હતી.
હવે આ સીરિઝની બીજી સીઝન ‘દહાડ ટુ’ પ્લાન કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઝોયા અખ્તર અને રીમા કાગતી બીજી સીઝનની પટકથાને વિકસાવવામાં વ્યસ્ત છે. ટૂંક સમયમાં જ તેનું શૂંટિગનું શેડયુઅલ નક્કી કરવામાં આવશે.
દહાડમાં ખલનાયક વિજય વર્માના અભિનયની પણ પ્રશંસા થઇ હતી. આ સીરિઝને બર્લિન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ કરવામાં આવી હતી. આ પ્રથમ ભારતીય સીરિઝ હતી જેને બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદશિત કરવાનું બહુમાન મળ્યું છે. બર્લિનેલ સીરિઝ એવોર્ડ માટે પણ આ સીરિઝ સ્પર્ધામાં હતી. દર્શકો અને સમીક્ષકોએ આ સિરિઝને વખાણી હતી. ટૂંક સમયમાં આ સિરિઝના અન્ય કળાકારોની જાહેરાત કરવામાં આવશે.
