માઉન્ટ આબુમાં મોટી દુર્ઘટના બનતા ટળી ગઇ હતી. ખાનગી ટ્રાવેલ્સ બસની બ્રેક ફેઇલ થતા ડ્રાઇવરની સમય સૂચકતાને કારણે મોટો અકસ્માત સર્જાતા ટળ્યો હતો. આ ઘટનામાં પાંચ જેટલા મુસાફરોને નાની મોટી ઇજા થઇ હતી. ગુજરાત ટ્રાવેલ્સની બસને માઉન્ટ આબુમાં અકસ્માત નડ્યો હતો.
