Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

આમ આદમી પાર્ટીને દિલ્હીમાં મોટો ઝટકો : એકસાથે 15 મ્યુનિસિપલ કાઉન્સિલરોએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

આમ આદમી પાર્ટીને દિલ્હીમાં મોટો ઝટકો લાગ્યો છે. એકસાથ 15 મ્યુનિસિપલ કાઉન્સિલરોએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. આ તમામે નવી પાર્ટી બનાવવાની પણ જાહેરાત કરી છે. કાઉન્સિલરોએ આ જાહેરાત કરતાં આમ આદમી પાર્ટીના ટોચના નેતૃત્વ પર નગર નિગમને યોગ્ય રીતે ચલાવી ન શકવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે તેમણે કહ્યું કે, જનતાને કરવામાં આવેલા વચનો પૂરા ન કરી શકવાના કારણે અમે પાર્ટીના પ્રાથમિક સભ્યપદથી રાજીનામું આપી રહ્યા છીએ.

કાઉન્સિલરોએ નવી પાર્ટીની જાહેરાત કરતાં કહ્યું કે, અમારી પાર્ટીનું નામ ઇન્દ્રપ્રસ્થ વિકાસ પાર્ટી હશે અને મુકેશ ગોયલને અમે પાર્ટીના પ્રમુખ પસંદ કરવામાં આવ્યા છે. કાઉન્સિલરોએ જણાવ્યું કે, અમે તમામ કાઉન્સિલરો દિલ્હી મહાનગર પાલિકામાં સત્તામાં આવ્યા છતાં પાર્ટીનું ટોચનું નેતૃત્વ દિલ્હી મહાનગર પાલિકાને યોગ્ય રીતે ચલાવવામાં અસમર્થ રહ્યું. ટોચના નેતૃત્વ અને મ્યુનિસિપલ કાઉન્સિલરો વચ્ચે લગભગ કોઈ સંકલન નહોતું જેના કારણે પક્ષ વિરોધમાં આવી ગયો. જનતાને આપેલા વચનો પૂરા કરવામાં નિષ્ફળતાને કારણે, અમે નીચેના કાઉન્સિલરો પક્ષના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપી રહ્યા છીએ.

આ વિશે વધુમાં તેમણે કહ્યું કે, ‘અમે મ્યુનિસિપલ કાઉન્સિલરો આજે તારીખ 17-5-25ના દિવસે પોતાની નવી પાર્ટી બનાવી રહ્યા છીએ, જેનું નામ ઇન્દ્રપ્રસ્થ વિકાસ પાર્ટી હશે અને તેના દ્વારા લેવામાં આવેલા નિર્ણયો પર પૂર્ણ સંમતિ વ્યક્ત કરીએ છીએ. અમે તમામ મુકેશ ગોયલજીને પોતાના પાર્ટીના નેતા તરીકે સ્વીકાર કરીએ છીએ. આજે હેમવંદ ગોયલજીની અધ્યક્ષતામાં એક બેઠક થઈ જેમાં 15 મ્યુનિસિપલ કાઉન્સિલરોએ મુકેશ ગોયલજીને ઈન્દ્રપ્રસ્થ વિકાસ પાર્ટીના નેતા પસંદ કરવામાં આવ્યા હતા. જે 15 કાઉન્સિલરો આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું તેમાં મુકેશ ગોયલ, હિમાની જૈન, દેવેન્દ્ર કુમાર, રાજેશ કુમાર લાડી, સુમન અનિલ રાણા અને દિનેશ ભાપદ્વાજ સામેલ છે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!