ઇઝરાયલે ગાઝામાં ફરી એકવાર તબાહી મચાવી છે. અમેરિકાનાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પશ્ચિમ એશિયાની મુલાકાતનાં સમાપન સમયે જ શુક્રવાર સવાર સુધીમાં ઇઝરાયલે ગાઝામાં 64 લોકોને મારી નાંખ્યા હતા. ત્યારબાદ શનિવારે પણ જબરદસ્ત હુમલા થયા જેમાં 150 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે 450થી વધુ લોકો ઘાયલ થયા છે. અહીં છેલ્લા બે દિવસોમાં 300થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર, ઘેરાબંધી અને બોમ્બમારા વાળા વિસ્તારમાં ગાઝા પટ્ટી હુમલા ઝડપી થયા છે.
આ વચ્ચે હમાસ સીઝફાયર પર વાતચીત માટે તૈયાર થઈ ગયું છે.
આ યુદ્ધવિરામ પૂર્ણ થયા બાદ થયેલા હુમલામાં અત્યાર સુધીનો સૌથી ઘાતક હુમલો મનાઈ રહ્યો છે. 24 કલાકમાં ઇઝરાયલી સેના ગાઝા પટ્ટી પર કહેર બનીને તૂટી પડી છે. શનિવાર રાત્રે ગાઝાના દિર અલ-બલાહમાં જબરદસ્ત એર સ્ટ્રાઈક થઈ. દિર-અલ-બલાહના એક અસ્થાયી શિબિરને નિશાન બનાવીને હુમલાને અંજામ આપ્યો. આ હુમલામાં તે લોકોના મોત થયા છે, જે બીજી જગ્યાઓથી વિસ્થાપિત થઈને દિર અલ-બલાહના આ તંબૂ શિબિર પહોંચ્યા હતા. મૃતકોમાં અનેક બાળકો અને મહિલાઓ પણ સામેલ છે. શુક્રવારે પણ આઈડીએફે એર સ્ટ્રાઈક કરીને હમાસના ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા હતા.
