તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

અમેરિકામાં વાવાઝોડાને કારણે કેંટકી, મિસૌરી અને વર્જીનિયામાં ભારે તબાહી મચી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

અમેરિકાના મિડવેસ્ટ અને સાઉથ વિસ્તારમાં શુક્રવારે ભારે વાવાઝોડું જોવા મળ્યું હતું. કેંટકી, મિસૌરી અને વર્જીનિયામાં વાવાઝોડાએ ભારે તબાહી મચાવી હતી. લાખો ઘરોમાં વીજ કનેક્શન ખોરવાયું હતું. આ સિવાય વાવાઝોડાના કારણે 23થી વધુ લોકોના મોત નિપજ્યા છે અને આ સંખ્યા હજુ વધી શકે છે. કેંટકીમાં સ્થિતિ સૌથી વધુ ભયાનક રહી. અહીં રાત્રે 11:30 વાગ્યે પહેલું વાવાઝોડાનું એલર્ટ ફોનમાં વાગ્યું હતું. લૉરેલ કાઉન્ટીમાં 9 લોકોના મોત નિપજ્યા છે, જોકે રાજ્યભરમાં કુલ મૃતકોની સંખ્યા 14 સુધી પહોંચી છે.

ગવર્નર એન્ડી બેશયરે પણ આ વાતનો સ્વીકાર કર્યો છે કે,આંકડો હજુ ઉપર જઈ શકે છે.  સેંટ લુઇસમાં પણ વાવાઝોડાના કારણે 5 લોકોના મોત નિપજ્યા છે અને 38 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ સિવાય 5 હજારથી વધુ ઘર પ્રભાવિત થયા છે. મેયર કારા સ્પેંસર અનુસાર, શહેરના અનેક ભાગમાં કર્ફ્યુ લાગવવું પડ્યું હતું, જેથી રેસ્ક્યુ ઓપરેશનમાં કોઈ રૂકાવટ ન આવે. હવામાન વિભાગે ક્લેટન વિસ્તારમાં બપોરે 2:30થી 2:50ની વચ્ચે વંટોળ આવવાની પુષ્ટિ કરી છે. જંગલ તરફથી આવતી તેજ હવાઓએ સેંટ લુઇસ પ્રાણીસંગ્રહાલયના બટરફ્લાઇ વ્યવસ્થાની છત ઊડી ગઈ હતી.

કર્મચારીઓને ભારે મુશ્કેલી સાથે પતંગિયાને ભેગા કર્યા અને તેમને બાજુના કન્ઝર્વેટરીમાં શિફ્ટ કરવામાં આવ્યા. આ સિવાય એક સ્થાનિક ચર્ચમાં પણ વાવાઝોડાના કારણે તારાજી સર્જાઈ હતી. ચર્ચની એક મહિલાની કાટમાળમાં દબાઈ જવાના કારણે મોત નિપજ્યું છે.  વર્જીનિયામાં પણ બે લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. વળી, શિકાગોમાં સ્થિત હજુ સ્થાયી નથી થઈ. અહીં અચાનક ધૂળનું તોફાન ઉઠ્યું હતું, જેમાં હવામાન વિભાગે ‘ડસ્ટ સ્ટૉર્મ વોર્નિંગ’ના રૂપે વર્ગીકૃત કર્યું. આ પહેલીવાર હતું જ્યારે શહેરમાં આવું એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આ વાવાઝોડા દરમિયાન વિસ્કૉન્સિનમાં વાવાઝોડાના કારણે ટેક્સાસમાં ગરમીનું તાપમાન વધી ગયું હતું. હવામાન વિભાગે નૉર્થ ટેક્સાસને લઈને એક નવી ચેતવણી જાહેર કરી છે. જેમાં કરા, તોફાન અને વાવાઝોડાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. અમેરિકામાં દર વર્ષે સરેરાશ 1200 વંટોળ આવે છે. પહેલાં આ ઓક્લાહોમા, ટેક્સાસ અને કાન્સાસ જેવા રાજ્યોમાં વધારે થાય છે. પરંતુ, સંશોધન દર્શાવે છે કે, આ ધીમે-ધીમે દક્ષિણ અને પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે.