વ્યારાના મગદુમ નગરમાં આમલીનાં ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં પૈસાવતી હારજીતનો જુગાર રમતા ચાર યુવકોને ઝડપી પાડી રૂપિયા ૧૧ હજારથી વધુનો મુદામાલ કબજે કરી આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, વ્યારા પોલીસ સ્ટાફના માણસો તારીખ ૧૮/૦૫/૨૦૨૫ નાંરોજ પેટ્રોલિંગમાં નીકળ્યા હતા.
તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, વ્યારાના મગદુમ નગર પાસે આમલીનાં ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ગોળ કુંડાળું કરી પૈસાપાના વતી હાર જીતનો જુગાર રમે છે જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો બાતમીવાળી જગ્યા પર પહોંચી સ્થળ પરથી આમલીનાં ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા એઝાઝ લતીફ કાંકર, સમીર નબી કાંકર, સમીર હમીદશા ફકીર અને ઝાફર મોહંમદ કાંકર (તમામ રહે.મગદુમ નગર, વ્યારા)નાઓને ઝડપી પાડ્યા હતા.
ત્યારબાદ પોલીસે જુગાર રમવાના સાધનો પૈકી દાવ પરના અલગ અલગ ડરની ચલની નોટો રૂપિયા ૧,૪૫૦ તેમજ પકડાયેલ જુગારીઓની અંગ ઝડપી દરમિયાન અલગ અલગ દરની ચરની નોટોના રોકડ રૂપિયા ૧૦,૨૦૦ મળી કુલ રૂપિયા ૧૧,૬૫૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે પકડાયેલ તમામ જુગારીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
