રાજપીપળા જિલ્લા જેલના કેદીનું બિમારીને કારણે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. રાજપીપળા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરાઈ હતી.
બનાવની વિગત એવી છે કે, રાજપીપળા જિલ્લા જેલ ખાતે મરણજનાર પાકા કેદી નં.૧૧૨૯૨ ચંદુભાઈ નરસિંહ તડવી (ઉ.વ.૭૬ રહે.ભાવાડ તા.નસવાડી જી.છોટાઉદેપુર) ગત તારીખ ૧૪ નારોજ સવારના આસપાસ ઉલટી ઉબકા થતાં હોવાથી જેઓને જિલ્લા જેલ રાજપીપળા ખાતેથી જેલ જાપ્તા સાથે સિવિલ હોસ્પિટલ રાજપીપળા ખાતે સારવાર માટે લઈ જવાયો હતો. જ્યા હોસ્પિટલમાં ફરજ પર હાજર તબીબીએ મૃત જાહેર કર્યો હતા. રાજપીપળા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરાઈ હતી.
