નવસારી રૂરલ પોલીસ સ્ટેશનનાં પી.આઈ. પી.બી.પટેલીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે વખતે બાતમી મળી હતી કે, રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોબાઈલ ફોન ચોરીનાં ગુન્હામાં ચોરીનો મોબાઈલ ફોન ખરીદનાર એક આરોપી સુરતના ઉધના ત્રણ રસ્તા પાસે ફરી રહ્યો છે.
આમ, પોલીસ પૂછપરછમાં તેને ચોરી કરેલો ફોન નવસારીના યુવકોએ વેચાણ કર્યા હોવાની કબુલાત કરી હતી. ત્યારબાદ પોલીસે આ ગુન્હામાં સંડોવાયેલ અન્ય આરોપી ચીરાગભાઈ રાજુભાઈ નાયકા (રહે.કોળીવાડ, તીધરા, નવસારી) અને રાકેશભાઈ કિશોરભાઈ રાઠોડ (રહે.વેરાઈ ફળિયા, તીધરા, નવસારી)ને ઝડપી પાડી તેમની પાસેથી મોબાઈલ ફોન અને રોકડ મળી રૂ.૬૪ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા તરુણ રાઠોડ (રહે.પીઠા ફળિયા, ગણેશ સીસોદ્રા, મુળ રહે.મુનસાડ ગામ,નવસારી)ને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓ મોબાઈલ ફોન શોપમાં ગ્રાહકના સ્વાંગમાં પહોંચી ભીડ હોય તે વખતે શિફ્ટપૂર્વક મોબાઈલ ફોનની ચોરી કરી સુરત વેચાણ કરતા હતા.
