વાપીનાં પરિયા ગામે પી.ડી. લાઈટ ઈન્ડસ્ટ્રીઝ લીમીટેડ કંપનીમાં સીલેકટેડ વેચાણ પ્રોડકશનમાં QR કોર્ડ એમ્બેડેડ ટોકન ગ્રાહક માટે મુકવામાં આવે છે, દરમિયાન સ્ટોક ચેક કરાતા ૫૭૬૦ પ્રમોશનલ QR કોર્ડ એમ્બેડેડ ટોકન પૈકી ૪,૨૧૯ ટોકનો ઓછા હતા અને તે ચોરી થયાનું જણાયું હતુ. જેની અંદાજીત કિંમત રૂપિયા ૯,૩૯,૨૫૧ હતી. ત્યારબાદ કંપનીના કર્મચારીઓએ સી.સી.ટી.વી કેમેરા ચેક કરતા રાત્રીના સાડાબાર વાગ્યાથી એકાદ વાગ્યા સુધીમાં બે છોકરાઓ ટોકનોની ચોરી કરતા નજરે પડયા હતા.
જે બાદ વધુ તપાસ કરાઈ તો તે બે છોકરાઓ તા.૧૩/૦૫/૨૦૨૫ નારોજ નોકરી માટે અલકુશ કોન્ટ્રાકટના સુપર વાઈઝર હમીરસીંગને મળવા આવ્યા હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ તેઓ બંન્ને છોકરાઓને નોકરીએ રખાતા તેઓએ પોડકશન વિભાગમાં આખો દિવસ કામ કયું હતુ અને તારીખ ૧૪મીએ તે બંને આવ્યા ન હતા. તેઓએ કંપનીના ખાનાના લોક કોઈ ચાવી અથવા કોઈ સાધન વડે ખોલી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું હતુ. કંપની સંચાલકોએ બંને આરોપીને નોકરી રાખનાર સુપરવાઈઝર પાસેથી મેળવેલા આધારકાર્ડમાં તેમના નામો જોતા કિષ્નકુમાર વિનોદ સહની (રહે.સમસ્તીપુર, બિહાર) અને રંજયકુમાર ગંગા સહની (રહે.ઉતરા સારહી, બિહાર) હોવાનુ જણાયું હતું.
