અમેરિકાનાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનું વહીવટીતંત્ર હાર્વર્ડ યુનિવર્સિટીની પાછળ જ પડી ગયું છે. ટ્રમ્પ સરકાર દ્વારા હાર્વર્ડ યુનિવર્સિટી સામે ફરી એકવાર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. હવે હાર્વર્ડ યુનિવર્સિટી વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપી નહીં શકે. ગૃહ સુરક્ષા સચિવે એક પત્ર લખીને કહ્યું છે કે, તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ પ્રતિબંધ અમલમાં રહેશે. સરકારનો આરોપ છે કે હાર્વર્ડમાં યહૂદી વિરોધી ભાવનાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને તે ચીની કમ્યુનિસ્ટ પાર્ટી સાથે મળીને કામ થઈ રહ્યું છે.
