સુરત જિલ્લાનાં બારડોલી તાલુકાનાં મોતા ગામનાં નવી ગીરનાર ફળીયામાંથી એક ઈકો કારમાંથી રૂપિયા ૫.૫૬ લાખનાં વિદેશી દારૂનાં જથ્થા સાથે મહિલાને ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી, જયારે પિતા-પુત્રને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, સુરત ગ્રામ્ય એલ.સી.બી તથા પેરોલ ફર્લો પોલીસ સ્ટાફના માણસો આજરોજ અલગ અલગ ટીમો બનાવી જિલ્લામાં ગેરકાયદેસર પ્રોહી. તથા જુગારની ગેરકાયદેસર પ્રવુતિ શોધી કાઢી નાબુદ કરવા માટે ચોક્કસ દિશામાં તપાસ હાથ ધરી સુરત જિલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા. 
જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યાએ રેઈડ કરી હતી. જોકે સ્થળ ઉપરથી રાહુલ રાઠોડની પત્ની મીનાબેનને પોતાના ઘરની આગળ ઈકો કારમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનાં જથ્થો ભરી મુકેલ હતો તેની સાથે પકડાઈ ગઈ હતી. જયારે પોલીસે મહિલા પતિ રાહુલ નવીનભાઈ રાઠોડ અને નવીન બચુભાઈ રાઠોડ (બંને રહે.મોતા ગામ, નવી ગિરનાર ફળિયું, બારડોલી)નાંને આ કામે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. આમ, પોલીસે વિદેશી દારૂની નાની મોટી કૂલ ૨,૮૯૨ નંગ બાટલીઓ મળી આવી હતી જેની કિંમત રૂપિયા ૫,૫૬,૦૮૦/- અને ઈકો કાર જેની કિંમત રૂપિયા ૪,૫૦,૦૦૦ તેમજ એક નંગ મોબાઈલ મળી કૂલ રૂપિયા ૧૦,૧૧,૦૮૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસે ઝડપાયેલ મહિલા વિરુધ કાર્યવાહી હાથ ધરી હતી, જયારે પિતા-પુત્રને આ કામે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.




