આડાસંબંધોના પરિણામ ખૂબ જ માઠા આવતા હોય છે. તેમાં ક્યારેક શંકાને આધારે હત્યા કરી નાખવાની ઘટનાઓ બનતી હોય છે. ત્યાારે આવો જ એક બનાવ સુરતમાંથી સામે આવ્યો છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ પુનિત નગરમાં એક ચોંકાવનારી હત્યાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પત્ની સાથેના સંબંધના શંકા હેઠળ એક યુવાને તેની પત્નીના પરીચિત નરેન્દ્ર માલીની ચપ્પુના ઘા ઝીકીને હત્યા કરી નાખી હતી.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રનો રહેવાસી નરેન્દ્ર માલી છેલ્લા 2 દિવસથી મહારાષ્ટ્રથી સુરત આવ્યો હતો. તેમજ 2 દિવસથી હત્યારાના ઘરમાં રહેતો હતો.આ દરમ્યાન સાગરને પોતાની પત્ની અને નરેન્દ્ર વચ્ચે આડા સંબંધ હોવાનો શંકા થતા ગઈ હતી. જે બાબતે તે પત્ની સાથે ઝઘડો કર્યો હતો. તેમજ નરેન્દ્ર માલી પર શંકા કરી હતી.શંકાના આધારે આરોપી સાગરે ચપ્પુના ઘા ઝીંકીને નરેન્દ્ર માલીની કરપીણ હત્યા કરી નાખી હતી.હત્યાનો બનાવ બન્યાની જાણ જ્યારે સમગ્ર વિસ્તારમાં થતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. સાગર નામના આરોપીને ઝડપી પાડીને વધુ તપાસ શરૂ કરી છે. તેમજ મૃતકના મૃતદેહને કબ્જે કરીને વધુની કાર્યવાહી કરી છે. આરોપીની ધરપકડ કરીને પોલીસે પૂછપરછ કરી છે. હત્યા પાછળ શંકા અને ગેરસમજ ખૂબ જ મોટું કારણ છે.
