Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

અમદાવાદથી ભીલવાડા જતી બસને અકસ્માત નડ્યો : ત્રણનાં મોત નિપજ્યાં, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

અમદાવાદથી ભીલવાડા જતી એક ખાનગી બસ રાજસ્થાનનાં રાજસમંદ જિલ્લામાં પલ્ટી ખાઈ જતાં ત્રણ લોકોનાં મોત નિપજ્યાં હતા. જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. જેમાં બે’ની હાલત અત્યંત ગંભીર છે. આ દુર્ઘટમાં કાંકરોલીમાં સ્થિત ભાવા બસ સ્ટેન્ડ નજીક બની હતી. પ્રારંભિક ધોરણે ડ્રાઈવરને ઝોકું આવી જતાં બસ બેકાબૂ બની હતી અને અચાનક પલ્ટી ખાઈ ગઈ હતી. જયારે વહેલી સવારે 8.30 વાગ્યે રાજસમંદનાં કાંકરોલીમાં આ અકસ્માત સર્જાયો હતો. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

જેમાં બેની હાલત અત્યંત ગંભીર બનતાં ઉદયપુર ખસેડવામાં આવ્યા હતા. અન્ય ઘાયલોની સારવાર ચાલી રહી છે. સ્થાનિક પોલીસ અને પ્રશાસને ત્વરિત બચાવ કામગીરી શરૂ કરી હતી. મૃતકોની ઓળખ હજી થઈ નથી. ઘણા ઈજાગ્રસ્તોને ગંભીર ઈજા થતાં મોતનો આંકડો વધવાની આશંકા છે.

પોલીસે ખાનગી બસ કંપની અને  ડ્રાઈવર વિરૂદ્ધ બેદરકારીનો કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. સ્થળ પરથી જાણવા મળ્યું હતું કે, બસ પૂરઝડપે જઈ રહી હતી. ત્યાં અચાનક બસ ડ્રાઈવરે કાબૂ ગુમાવતાં બસ રસ્તા પરથી ઊતરી પલ્ટી ખાઈ ખાડામાં પડી ગઈ હતી. અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો અને પોલીસે તુરંત બચાવ કામગીરી હાથ ધરી હતી. ઉબડ-ખાબડવાળો રસ્તો અને ડ્રાઈવરની બેદરકારીને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું જણાવ્યું છે. અગાઉ 16 એપ્રિલે રાજસમંદનાં દેલવાડામાં આવેલ મજેરા ગામ નજીકનાં નેશનલ હાઈવે પર પણ ભીષણ અકસ્માત સર્જાયો હતો. જેમાં 37 લોકો ઘાયલ થયા હતાં.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!