કલોલ તાલુકાનાં વડસર ગામે જૂની અદાવતમાં એકબીજા ઉપર હિંસક હુમલો કરવામાં આવ્યો હતો જેના પગલે ગામમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. લોખંડની પાઇપ લાકડીનાં ધોકા વગેરેથી એકબીજા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ત્રણથી વધુ લોકોને ઇજાઓ પહોંચી હોવાથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પોલીસે બંને પક્ષોની સામ સામે ફરિયાદ દાખલ કરી હતી અને ગુનામાં સંડોવાયેલા બાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
બનાવની વિગત એવી છે કે, કલોલ તાલુકાનાં વડસર ગામે મારામારીનો બનાવ બન્યો તો જે અંગે પોલીસ મથકમાં બંને પક્ષોની સામસામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.



