આણંદનાં બોરસદ તાલુકાનાં દહેવાણ ગામની કંચોરાપુરા સીમમાં જુગાર રમતા સાત જુગારીને વિરસદ પોલીસે ઝડપી પાડયા હતા. મળતી માહિતી મુજબ, બોરસદ તાલુકાનાં દહેવાણ ગામની કંચોરાપુરા સીમ વિસ્તારમાં ગાંધી ઈશ્વર નગરમાં રહેતો ઈશ્વરભાઈ ઉર્ફે ભોલો મગનભાઈ ઠાકોર બહારથી માણસો બોલાવી પત્તા પાનાનો જુગાર રમાડતો હતો. 
જ્યાં વિરસદ પોલીસે દરોડો પાડી જુગાર રમી રમતા ઈશ્વરભાઈ ઉર્ફે ભોલો મગનભાઈ ઠાકોર, અશોકભાઈ ભગવાનસિંહ સોલંકી, વિપુલભાઈ લક્ષ્મણભાઈ પરમાર, અરવિંદભાઈ ફતેસિંહ સોલંકી, વિજયભાઈ ડાહ્યાભાઈ પરમાર, સનાભાઇ ગમાનસિંહ પરમાર અને અર્જુનભાઈ જીતસિંહ પરમારને રૂ.૫,૬૨૦/-નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે ગીરીશભાઈ રમણભાઈ સોલંકી અને નરેન્દ્રસિંહ રતનસિંહ સોલંકીનાંઓ ફરાર થઈ ગયા હતા.



