મહારાષ્ટ્રમાં કોરોનાએ ફરી માથુ ઉચક્યું છે. અત્યાર સુધી મુંબઇ થાણે સહિત રાજ્યભરમાં જાન્યુઆરીમાં આજ સુધી ૨૧૦ કેસ નોંધાયા છે. એમાંથધદી ચાર જણના મોત થયા હતા. જેમા આજે થાણેમાં મુંબ્રાનો ૨૧ વર્ષીય યુવકનું મોત નોંધાયું હતું. તે કોરોના પોઝીટીવ હતો, પરંતુ તેની અન્ય બીમારી બાબતે તબીબી તપાસ થઇ રહી છે. મુંબઇમાં ૧૮૩ કેસ નોંધાયા હતા. મહારાષ્ટ્રમાં નોંધાયેલ કોરોના કેસ પૈકી મુંબઇમાં ૧૮૩, થાણેમાં ૧૮, રાયગઢમાં બે, અને કોલ્હાપુરમાં બેનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીથી આજ સુધી લેવાયેલા ૬,૮૯૧ સેમ્પલ પૈકી ૨૧૦ જણ કોવિડના દર્દી મળી આવ્યા હતા. એમ આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. થાણે જિલ્લામાં ત્રણ દિવસમાં કોરોનાના ૧૦ કેસ મળી આવ્યા હતા. આ દરમિયાન થાણેના મુંબ્રામાં રહેતા ૨૧ વર્ષીય વસીમ સૈયદ નામનો યુવક આજે કલવામાં છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાં કોરોનાનો પોઝીટીવ આવ્યા બાદ મૃત્યુ પામ્યો હતો. હોસ્પિટલ ના અધિકારીઓનું કહેવું છે કે હાલમાં તેના મૃત્યુના આસપાસના સંજોગો અને તેમને સ્વાસ્થયની સમસ્યાઓ હતી કે કેમ તેની તપાસ કરી રહ્યા છે.
જો કે મૃતકને ડાયાબીટીસના સંબંધે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. પણ તેનો શુક્રવારે રાત્રે કોવિડ-૧૯ ટેસ્ટ પોઝીટીવ આવ્યો હતો. થાણે મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓનું કહેવું છે કે કોવિડ-૧૯નાં દર્દીમાં લક્ષણો ખૂબ જ હળવા દેખાય છે. એટલે ગભરાવવાની જરૂર નથી. માત્ર આવશ્યક સાવચેતીના પગલા રાખવા જરૂરી છે. તમામ આરોગ્ય કેન્દ્રો પર દવાઓનો પૂરતો સ્ટોક રાખવામાં આવ્યો છે. કોવિડ-૧૯ પરીક્ષશ્રણ કીટ સરળતાથી ઉપલબ્ધ હોવાનું ઉમેર્યું હતું. જ્યારે મુંબઇમાં પણ કેસમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. મુંબઇમાં ૧૮૩ કોવિડના કેસ પૈકી માત્ર મે મહિનામાં ૧૭૭ કેસ નોંધાયા છે. લોકોને ગભરાવવાની જરૃર નથી સ્વચ્છતા જાળવવા જેવા યોગ્ય પગલા લેવાની વિનંતી કરવામાં આવી છે. રાજ્યમા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે કે, જે લોકોને સહ-રોગની સ્થિતિ છે. તેઓએ વધુ કાળજી લેવી જોઇએ.
