દેશમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 1000ને પાર થયો છે. જેમાં ગુજરાતના પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં જ 209 કેસ નોંધાયા છે. જ્યારે ગુજરાતમાં 83 કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલય અને રાજ્ય સરકાર કોરોનાના કેસ અને સ્થિતિ પર સતત મોનિટરિંગ કરી રહી છે. આરોગ્ય મંત્રાલય દ્વારા આજે જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, દેશમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 1009 થયો છે. જેમાં 752 કેસોની ખાતરી થઈ છે. છેલ્લા બે સપ્તાહમાં આ આંકડો 257 હતો. પરંતુ સોમવારે તેમાં અચાનક વૃદ્ધિ થઈ છે. કોરોના વાયરસના આ નવા વેરિયન્ટના કારણે અત્યાર સુધીમાં 7 લોકોનાં મોત થયા છે.
જેમાં મહારાષ્ટ્રમાં 4, કેરળમાં 2 અને કર્ણાટકમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. કોવિડ-19ના સૌથી વધુ કેસ કેરળમાં નોંધાયા છે.
જેમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ કોરોનાનાં કેસોમાં ઝડપથી વધારો થયો છે. હવે દિલ્હીમાં કોરોનાનાં 104 એક્ટિવ કેસ છે. તાજેતરમાં, દિલ્હીના આરોગ્ય મંત્રી ડો.પંકજ સિંહે વીડિયો મારફત લોકોને ભયભીત ન થવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘મને નથી લાગતું કે, કોઈએ ગભરાવાની જરૂર છે. આપણી તમામ હોસ્પિટલો દરેક પરિસ્થિતિ માટે તૈયાર છે. હોસ્પિટલોમાં ઓક્સિજન સહિત દરેક વસ્તુ માટે સંપૂર્ણ વ્યવસ્થા છે. જો કોઈ પરિસ્થિતિ ઊભી થાય તો અમે સંપૂર્ણપણે તૈયાર છીએ. આ સાથે, દિલ્હીમાં કોરોના અંગે એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી છે.’
