સુરત જિલ્લાનાં કામરેજનાં ઘલા ગામે ફાર્મહાઉસમાં રેઈડ કરીને જુગાર રમી રહેલા નવ જુગારીઓને જુગાર રમતા ઝડપી પાડયા હતા.
મળતી માહિતી મુજબ, ઘલા ગામની સીમમાં આવેલ અંબા ફાર્મના એક મકાનમાં કેટલાક ઇસમો ભેગા મળી ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી કામરેજ પોલીસને મળી હતી. જે બાતમીના આધારે કામરેજ પોલીસે સ્થળ પર રેડ કરી હાજર જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે પોલીસે તમામ જુગારીને કોર્ડન કરી જુગાર રમી રહેલ નવ જુગારીઓને ઝડપી પાડયા હતા. આમ, પોલીસે બનાવના સ્થળેથી ૪૦,૧૫૦ રોકડા અને ૭ નંગ તથા બાઈક મળી કુલ રૂપિયા ૧.૩૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
