ડાંગ જિલ્લાનાં બંધપાડા ગામનાં ફાટક તથા ધુલદા ગામનાં ફાટક વચ્ચે બોરીપાટ નામે ઓળખાતી જગ્યાએ બાઈક ચાલકે સંરક્ષણ દીવાલ સાથે અથડાવી દેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ૨૪ વર્ષીય મહિલાનું મોત નિપજ્યુ હતું અને યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ત્યારે બરડીપાડા-મહાલ રોડ ઉપર આવેલા બંધપાડા ગામના ફાટક તથા ધુલદા ગામના ફાટક વચ્ચે બોરીપાટ નામે ઓળખાતી જગ્યાએ વિશાલભાઈએ બાઈક ગરનાળાની સંરક્ષણ દિવાલને અથડાતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં પાછળ બેસેલ પત્ની હર્ષિદાબેનને માથાના પાછળના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેણીનું મોત નિપજ્યું હતું. તેમજ વિશાલભાઈને પણ ગંભીર ઈજા પહોંચતા તેમને વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલા છે. આ અકસ્માતને પગલે સુબીર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. હાલમાં સુબીર પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
