Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

બગવાડા ગામની સીમમાં બકરા ભરેલ ટ્રક સાથે આઠ લોકોની અટકાયત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વલસાડનાં બગવાડા ટોલનાકા પાસે પહોંચી ગુજરાત પ્રાણી કલ્યાણ કારોબારીના ચેરમેન સહિત ત્રણ સભ્યો સાથે વોચ ગોઠવી હતી. તે દરમિયાન પાયલોટિંગવાળી કિયા કાર આવતા તેના ચાલકને લાકડી તથા બેટરી બતાવી વાહન ઉભુ રાખવા ઈશારો કરાયો હતો. ચાલકે કાર ઉભી રાખતા પોલીસે તેમાં બેઠેલા બે ઈસમોને પકડી લીધા હતા. ત્યારબાદ તરત જ બાતમીવાળી ટ્રક આવતા તેના ચાલકને પણ વાહન ઉભુ રાખવા ઈશારો કરાયો હતો. પરંતુ ચાલકે તેની ટ્રક પુરઝડપે હંકારી મૂકી હતી.

જોકે તે પછી તેની આગળ વાહન ચાલતું હોવાથી ચાલકે એકાએક બ્રેક મારી ટ્રક ઊભી રાખી દીધી હતી. જેથી પો.સ.ઈ. ડી.એલ.વસાવા સાથે પોલીસ જવાનોએ તુરંત જ દોડી જઈ ટ્રક ચાલક તથા અંદર બેસેલા અન્ય ચાર ઇસમોને પકડી ટ્રકની તપાસ કરી હતી. આ સમયે અંદર અંદર અત્યંત ક્રૂરતાપૂર્વક ભરેલા ૫૩ બકરા મળી આવ્યા હતા.

પોલીસે ટ્રક ચાલક સોયેલખાન ભીખેખાન બલોચ (રહે.સેસણ ગામ, તા.દિયોદર, જિ.બનાસકાંઠા), ઈકબાલખાન બીજરખાન બલોચ (રહે.સેસન ગામ, જિ.બનાસકાંઠા), શંકરભાઈ મનજીભાઈ કંકોળીયા જાતે દેવીપૂજક (રહે.એદરાણા ગામ, તા.વડગામ), રોહિતભાઈ રાયચંદભાઈ કંકોળીયા (રહે.એદરાણા ગામ, બનાસકાંઠા), નરેશભાઈ અમૃતભાઈ કંકોળીયા (રહે.એદરાણા), કિરણભાઈ પ્રકાશભાઈ કંકોળીયા (રહે.એદરાણા ગામ, તા.વડગામ, જિ.બનાસકાંઠા), પાયલોટિંગ કરનાર કિયા કારનો ચાલક-ઈમરાન ઇકબાલ સોલંકી જાતે મુસ્લિમ (રહે.છાપી ગામ, તા.વડગામ, જિ. બનાસકાંઠા) અને પાયલોટિંગ કરનાર કિયા કારમાં બેસેલા બકરા માલિક રાયચંદભાઈ ધુમાભાઈ કંકોળીયા (રહે.એદરાણા ગામ, તા.વડગામ, જિ.બનાસકાંઠા)ની ધરપકડ કરી હતી. આમ, પોલીસે બકરાઓ ૫૩ નંગ  જેની કિંમત રૂપિયા ૨,૬૫,૦૦૦, કીયા કાર તથા ટ્રક જપ્ત કરી હતી.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!