વલસાડ વિસ્તારમાં રહેતી એક યુવતીએ પ્રેમસંબંધ તોડી નાંખતા રોષે ભરાયેલ રાજકોટનાં પ્રેમીએ બદનામ કરવાની ધમકી આપ્યા બાદ મહિલા સાથેનાં તેઓની અંગત પળોના ફોટો મહિલાને મોકલ્યા પછી તેણીના સંબંધીઓને મોકલી આપ્યા હતા. ત્યારબાદ ભોગ બનનાર મહિલાની ફરિયાદને આધારે વલસાડ સાયબર ક્રાઈમ પોલીસે રાજકોટનાં આરોપી પ્રેમીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, વલસાડનાં એક વિસ્તારમાં રહેતી ૩૮ વર્ષીય યુવતીનાં લગ્ન રાજકોટ વિસ્તારનાં યુવક સાથે આશરે પાંચેક વર્ષ પહેલા થયા હતા. દંપતી વચ્ચે કોઈક બાબતે વિવાદ સર્જાતા બંનેએ છૂટાછેડા લઇ લીધા હતા. તે પછી યુવતી વલસાડ ખાતે પોતાના પિયરમાં રહેવા માટે આવી ગઈ હતી. 
પરંતુ તે પછી કોઈક કારણસર મહિલાએ પ્રેમી ધર્મેશ સાથે કોઈક કારણસર કે ભવિષ્યમાં કોઈપણ સંબંધ નહીં રાખવાનો નિર્ણય લીધો હતો અને તે અંગે પ્રેમી ધર્મેશને જાણ કરતા તે રોષે ભરાયો હતો. ત્યારબાદ મહિલાને તેની સાથે પ્રેમસંબંધ રાખવા તે સતત દબાણ કરતો હતો. પરંતુ મહિલાએ સંબંધ રાખવાની સાફ શબ્દોમાં ના પાડી દીધી હતી. તેથી પ્રેમી યુવકે મહિલાને સમાજમાં બદનામ કરવાની ધમકી આપીને મહિલા સાથેના તેના અંગત પળના ફોટો પ્રેમિકાના સોશિયલ મીડિયા એપ પર મોકલી આપ્યા હતાં. તે પછી એ ફોટો મહિલાના સગાસંબંધીઓને પણ સોશિયલ મીડિયાના એક એપ મારફતે મોકલ્યા હતા. પ્રેમીના આવા કૃત્યથી નાસીપાસ થઈ ગયેલી મહિલાએ વલસાડ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રાજકોટના આરોપી યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.



