દેશમાં 17 રાજ્યોમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે. બુધવારે ચોમાસું સમયથી 12 દિવસ પહેલા છત્તીસગઢ અને 13 દિવસ પહેલા ઓડિશા પહોચ્યું છે. બંન્ને રાજ્યોના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ થયો છે. મહારાષ્ટ્રનાં મુંબઈ, નવી મુંબઈ, ઠાણે, પાલઘર, રાયખઢમાં આજે ભારે વરસાદ થઈ રહ્યો છે. અહીં વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બદલાપુર, ઉલ્હાસનગર, કલ્યાણ, ડોમ્બિવલી અને થાણેના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. રાજસ્થાનમાં હવામાનના ત્રણ રૂપ જોવા મળી રહ્યા છે.
બુંદી જિલ્લામાં તીવ્ર ગરમી પડી રહી છે. અહીં ગામમાં એક વૃદ્ધ મહિલાનું મૃત્યુ થયું છે. તપાસમાં જાણવા મળ્યું કે, આ મૃત્યુ હીટવેવને કારણે મોત થયું છે. ઉદયપુર, ચિત્તોડગઢ-ભીલવાડામાં વરસાદ ચાલુ છે.
કેરળ, કર્ણાટક, છત્તીસગઢ, તમિલનાડુ, પોંડિચેરી, આંધ્રપ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, તેલંગાના, મિઝોરમ, મણિપુર, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલય, ત્રિપુરામાં પહોંચ્યું છે. કેરળ, તમિલનાડુ, પુડુચેરી, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં હવામાન ખરાબ રહેશે. 28 થી 30 મે દરમિયાન આ રાજ્યોમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં કેરળ અને દરિયાકાંઠાના કર્ણાટકમાં ઘણી જગ્યાએ 100 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે. ઉપરાંત વીજળી અને ભારે પવનને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. પશ્ચિમ ભારતમાં, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને વિદર્ભમાં પણ વાવાઝોડાનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કોંકણ અને ગોવામાં 2 જૂન સુધી વ્યાપક વરસાદ પડી શકે છે. ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જે 40-60 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે.
