વ્યારા નગરનાં સીટીમોલ પાસે પરણિત મહિલાને ઉભી રાખી અને મહિલાનો હાથ પકડી, ‘તમે મને બહુ ગમો છો એન તમે ઘરની બહાર નીકળો છો ત્યારે હું તમને જોતો રહું છુ, મને તમારી સાથે પ્રેમ થઈ ગયો છે અને મારે તમારી સાથે સેક્સ કરવો છે’ તેવું કહી છેડતી કરનાર શખ્સ સામે પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, વ્યારા નગરમાં રહેતી ૩૨ પરણિત મહિલા ગત તારીખ ૦૫/૦૫/૨૦૨૫ નાંરોજ રાત્રીના સમયે વ્યારા જુના બસ સ્ટેન્ડ પાસે દહી લેવા ચાલતી ચાલતી જતી હતી.
તે સમયે માલવ આશિષભાઈ પંચોલી (રહે. સ્નેહકુંજ કોલોની, વ્યારા)નો વ્યારા સીટીમોલ પાસે ડોગ લઇને ઉભો હતો અને માલવે મહિલાને બુમ મારી ઉભી રહેવા જણાવતા હું ઉભી રહી હતી. ત્યારબાદ માલવ મહિલાની બાજુમાં આવી મને કહ્યું, ભાભી ક્યાં જાવ છો.
જેથી મહિલાએ કહ્યું કે, ‘અહીં કામ છે ત્યાં જાવ છુ. ત્યારબાદ માલવે કહ્યું કે મારે એક વાત કરવી છે તેમ કહી, તમે મને બહુ ગમો છો એન તમે તમારા ઘરની બહાર નીકળો છો ત્યારે હું તમને જોતો રહું છુ, મને તમારી સાથે પ્રેમ થઈ ગયો છે અને મારે તમારી સાથે સેક્સ કરવો છે’ તેવુ કહેતા મહિલા ગભરાઈ ગઈ હતી. પરંતુ મહિલાએ માલવને કહેલ કે, તને કાંઇ શરમ નથી આવતી??? હું તારાથી ઉમરમાં મોટી છુ.
તું મારા પ્રત્યે ગંદી નજર રાખે છે, તેવુ કહેતા જ માલવે મહિલાનો હાથ પકડી દીધો હતો અને પોતાની તરફ ખેંચવા લાગેલ હતો જેથી મહિલાએ હાથ છોડવવા પ્રયત્ન કર્યો હતો. ત્યારે માલવે મહિલાનો બીજો હાથ મારી છાતી પર મુકી છાતીને સ્પર્શ કર્યો હતો. જેથી મહિલાએ ગભરાઈ ત્યાથી પોતાનું કામ પતાવી ઘરે આવી ગઈ હતી. ત્યારબાદ મહિલાએ ઘરે જઈ સમગ્ર બનાવ વિશે પતિને જાણ કરી હતી. પરંતુ સમાજમાં ઇજ્જત જશે તેવું માની મહિલાએ આજદીન સુધી ફરીયાદ કરી ના હતી. પરંતુ માલવ ફરીથી આવા પ્રકારનું કૃત્ય કરે તેવી મહિલામાં ગભરાટ હોવાથી મહિલાએ ઘરનાં વડીલો સાથે ચર્ચા કરી તારીખ ૨૮/૦૫/૨૦૨૫ નાંરોજ વ્યારા પોલીસ મથકે માલવ પંચોલી સામે ફરિયાદ નોંધાવી હતી.




