સોનગઢનાં પોખરણ ગામની સીમમાં નેશનલ હાઈવે પર સોનગઢથી વ્યારા જતાં રોડ પર એક ટેન્કર ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે ચલાવી લાવી બાઈક અને કારને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. જોકે આ અકસ્માતમાં બાઈક પર સવાર એક શખ્સનું ગંભીર ઈજાને કારણે મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. 
જોકે આ અકસ્માતમાં બાઈક ચાલક પ્રદીપભાઈ સાથે પાછળ બેસેલ હસમુખભાઈ રતીલાલભાઈ ગામીત (ઉ.વ.૫૧)ને પણ સાથે ઘસડી લઈ જઈ હસમુખભાઈ ગામીતને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા સ્થળ પર મોત નિપજ્યું હતું. તેમજ બાઈક ચાલક પ્રદિપભાઈ રમેશભાઈ ગામીતને જમણા પગમાં જમણા હાથમાં તેમજ શરીરે નાની મોટી ઇજાઓ પહોંચી હતી. તેમજ બાઈક આગળ ચાલતી પ્રિતેશભાઈ રમેશભાઈ ગામીતની સ્વિફટ કાર નંબર જીજે/૦૫/જેબી/૬૮૮૫ને પણ પાછળથી અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો જોકે આ અકસ્માત સર્જી ટેન્કર ચાલક પોતાનાં કબ્જાનું ટેન્કર લઈ સ્થળ ઉપરથી ભાગી છુટ્યો હતો. બનાવ અંગે અંકુલભાઈ ગામીતએ ટેન્કર ચાલક સામે સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.



