ડોલવણનાં રાયગઢ ગામનાં નિશાળ ફળિયામાં જાહેર રોડની બાજુમાં ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂનું વેચાણ કરતા એક ઈસમને ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
જે બાતમીના આધારે પોલીસ સ્ટાફનાં માણસો બાતમીવાલી જગ્યા ઉપર પહોંચી ઈંગ્લીશ દારૂનું વેચાણ કરતો રાજુ ભોયાને પકડી પાડી તેની પાસેથી વગર પાસ પરમિટે ખાખી પૂંઠાનાં બોક્ષમાં તેમજ મીણીયા થેલીમાં ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાંડની કૂલ ૯૬ નંગ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા ૭,૫૦૦/- હતી. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે ઝડપાયેલ ઈસમ વિરુદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
