Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

સોનગઢનાં વાંકવેલ ગામનાં એક ઘરમાંથી સોનાના ઘરેણાંની ચોરી, સોનગઢ પોલીસે ગુન્હો નોંધાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સોનગઢનાં વાંકવેલ ગામમાં ઘરની પાછળની તાર ફેન્સીંગ કોઈ સાધન વડે કાપી ઘરનાં દરવાજાનો લોક પણ કોઈ સાધન વડે કાપી કે પછી તોડી નાંખી કોઇ અજાણ્યા ચોર ઇસમએ ઘરમાં પ્રવેશ કરી લોખંડનાં કબાટમાં મુકેલ ૨,૦૫,૦૦૦/-નાં સોનાનાં ઘરેણાની ચોરી કરી ફરાર થઈ ગયાની ફરિયાદ પોલીસ મથકે નોંધવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢનાં વાંકવેલ ગામનાં લક્કડરોડ પર રહેતા બિપીનભાઈ પાનજીભાઈ ગામીત (ઉ.વ.૫૩)નાંઓના ઘરે તારીખ ૩૧/૦૫/૨૦૨૫ નાંરોજ તેમના ઘરની પાછળની તાર ફેન્સીંગ કોઈ સાધન વડે કાપી ઘરનાં દરવાજાનો લોક પણ કોઈ સાધન વડે કાપી કે પછી તોડી નાંખી કોઇ અજાણ્યા ઇસમોએ ઘર પ્રવેશ કર્યો હતો.

તેમજ ઘરમાં રહેલ લોખંડનો કબાટ કોઈ સાધન વડે તોડી તેમાં મુકેલ સોનાનું મોટુ મંગળસુત્ર આશરે ૨૦ ગ્રામ (બે તોલા) જેની કિંમત રૂપિયા ૬૦,૦૦૦/- તેમજ બીજુ નાનું મંગળસુત્ર ૭.૪૦ ગ્રામ જેની કિંમત રૂપિયા ૨૫,૦૦૦/- અને કાનની બુટ્ટી નંગ ૪ આશરે વજન ૧૦ ગ્રામ જેની કિંમત રૂપિયા ૪૦,૦૦૦/- સોનાનો ચેઈન ૧૨.૧૩૦ જેની કિંમત રૂપિયા ૫૦,૦૦૦/- તેમજ બિપીનભાઈની માતાના સોનાના જુના ઘરેણાં કાનસેટ, કાનની બુટ્ટી, ચેઈન તેમજ મંગળસુત્ર જે આશરે ૩૦ ગ્રામ જેટલા વજનનું જેની કિંમત રૂપિયા ૩૦,૦૦૦/- મળી કૂલ રૂપિયા ૨,૦૫,૦૦૦/-નાં સોનાના ઘરેણાની ચોરી ઘરમાંથી કોઈ અજાણ્યા ચોર ઈસમે ચોરી કરી ભાગી છૂટ્યો હતો. બનાવ અંગે બિપીનભાઈ પાનજીભાઈ ગામીત નાંએ સોનગઢ પોલીસ મથકે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.