વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ‘એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન ગ્લોબલી’ થીમ સાથે તાપી જિલ્લાના વ્યારા વન વિભાગ દ્વારા વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લાના વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી સચિન ગુપ્તાના માર્ગદર્શન હેઠળ આંબાપાણી ઇકોટુરિઝમ વિસ્તાર ખાતે આયોજિત કાર્યક્રમમાં આર.એફ.ઓ. અનિરુદ્ધ સંઘાણી સહિત વનવિભાગના અધિકારીઓ અને વનકર્મીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પર્યાવરણ સંરક્ષણ અને હરિત આવરણ વધારવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ જાતિના વૃક્ષોના રોપાઓ રોપી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. આ વૃક્ષારોપણથી આંબાપાણી ઇકોટુરિઝમ વિસ્તારની હરિયાળી વધશે અને પ્રવાસીઓ માટે પણ વધુ આકર્ષક પર્યાવરણ પ્રાપ્ત થશે.
