ખેડાનાં ઠાસરાના રાણિયા રોડ ઉપર ટ્રકની અડફેટે બાઈક સવાર કંથરાઈ ગામના બે યુવકનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.
અકસ્માતમાં બાઈક ઉપર સવાર કંથરાઈ ગામના બે યુવાનોના મોત થયા હતા. મૃતક મહેશભાઈ નરવતભાઈ ચૌહાણ અને કેતનભાઈ મહેન્દ્રસિંહ ચૌહાણના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા. ત્યારે ડાકોર પોલીસે ઘટના સ્થળે પહોંચી બંને મૃતકોને પીએમ માટે હોસ્પિટલે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
