વ્યારાનાં ચીખલી રોડની એક સોસાયટીમાં ખાનગી મકાન પર સ્ટ્રીટ લાઈટ મુકવાની કામગીરી દરમિયાન ઉપરથી પસાર થતી વીજ કંપનીની લાઈનનો વાયર ઝપટમાં આવતા ગોલવાડમાં રહેતા વાયરમેન્ટ સહિત બે જણા દાઝી જતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, વ્યારા નગરના ચીખલી રોડ પર આવેલ સિદ્ધિ વિનાયક પાર્ક નામની સોસાયટીમાં એક મકાનની આગળ ગતરોજ બપોરે વાયરમેન પિનાક ઈન્દ્રવદનભાઈ ટેલર (રહે.ગોલવાડ, વ્યારા) થાંભલા પર સ્ટ્રીટ લાઈટ લગાવવાની કામગીરી કરી રહ્યો હતો. તે સમયે ઉપરના ભાગેથી વીજ કંપનીની હાઈ લેવલની લાઈન પસાર થતી હોય તેના વાયરના ઝપેટમાં વાયરમેન આવી ગયો હતો. જેથી તેને અને સાથેનાં અમિતભાઈને વીજ કરંટનો ઝટકો લાગ્યો હતો અને બંને શરીરે દાઝી ગયા હતા. જોકે બંનેને વ્યારા જનારલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સુરત લઇ જવાયા હતા.
