વાલોડ પોલીસ સ્ટેશનનો પ્રોહી. ગુન્હાનો વોન્ટેડ આરોપીને તાપી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોડ સ્ટાફના માણસોએ વ્યારાના પનિયારી કોલેજ રોડ ઉપરથી ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
તાપી જિલ્લા એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડને ખાનગી રાહે સંયુક્ત રીતે બાતમી મળેલ હતી કે, વાલોડ પોલીસ સ્ટેશનના પ્રોહિ. ગુન્હાનો વોન્ટેડ આરોપી અખિલેશ ઉર્ફે પીન્કેશ આત્મનારાયણ શુકલા (રહે.અંબિકા નિકેતન, પ્રિયંકા ગ્રીન સીટી, કડોદરા, બ્લોસમ પાર્કની સામે કડોદરા, તા.પલસાણા, જી.સુરત)નો વ્યારા પનિયારી કોલેજ અને સુગર ફેકટરી વચ્ચે રોડ ઉપર ઉભો છે જે બાતમીના આધારે તારીખ ૦૫/૦૬/૨૦૨૫ નારોજ પોલીસ પહોંચી આરોપીને ઝડપી લીધો હતો. વધુમાં છેલ્લા પાંચ વર્ષથી નાસતો ફરતો આ આરોપીનો વલસાડના વાપી ટાઉન પોલીસ સ્ટેશન અને સુરત ગ્રામ્ય પલસાણા પોલીસ સ્ટેશન, મળી ૫ જેટલા પ્રોહી. ગુન્હામાં આરોપી વોન્ટેડ હોવાનું પુછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું.
