ઉચ્છલનાં નારાણપુર ગામનાં બે યુવકો બાઈક ઉપર બેસી ધુપી ગામેથી મિત્રોને મળી પરત નીકળ્યા હતા તે દરમિયાન ટ્રેઇલરનાં પાછળ બાઈક અથડાઈ જતાં બાઈક પર સવાર બંને યુવકોને ઈજા પહોંચતા એક યુવકનું ગંભીર ઈજાને કારણે મોત નિપજ્યું હતું, જયારે એક યુવકને ઈજા પહોંચી હતી. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, ઉચ્છલનાં નારણપુર ગામનાં ઉમરદા ફળિયામાં રહેતા અતુલભાઇ મલંગજીભાઈ વસાવા (ઉ.વ.આ.૨૬)એ તારીખ ૦૭/૦૬/૨૦૨૫ નાંરોજ બાઈક નંબર જીજે/૨૬/એએ/૯૫૭૬ને લઈ નીકળ્યા હતા. તે સમયે મોહિની ગામની સીમમાં પસાર થતાં નારણપુર ફાટાથી કરોડ ગામ તરફ જતાં જાહેર રોડ ઉપર એક ટ્રેક્ટર નંબર જીજે/૨૬/સી/૨૮૭ તથા ટ્રેઇલર નંબર જીજે/૨૬/ટી/૪૭૫નાં ચાલકે અચાનક બ્રેક મારી દેતાં બાઈક ચાલક અતુલભાઈની બાઈક પાછળ અથડાઈ જતાં અકસ્માત સર્જાયો હતો જોકે આ અકસ્માતમાં અતુલભાઈને મોઢાના દાઢીના ભાગે તથા છાતીના ભાગે ગંભીર ઇજા પહોંચતા સ્થળ ઉપર મોત નિપજ્યું હતું. જયારે બાઈક પાછળ બેસેલ રવિદાસ અર્જુનભાઈ વસાવા (રહે.નારણપુર ગામ, ઉમરદા ફળિયું, ઉચ્છલ)ને શરીરે ડાબા હાથના ખભાના ભાગે મુઠમાર તથા ડાબા પગમાં અંગુઠાના ભાગે તથા જમણા પગના કાંડાના ભાગે ઇજા પહોંચી હતી. જયારે આ અકસ્માત સર્જી ચાલક ટ્રેક્ટર સ્થળ ઉપર મૂકી ભાગી છુટ્યો હતો. બનાવ અંગે રવિદાસ વસાવાએ ટ્રેકટર ચાલક સામે ઉચ્છલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
