જામનગર શહેરમાં કોરોનાના કેસ સતત નોંધાઈ રહ્યા છે. આજે ફરી વખત વખત ગતિ પકડી હોય તેમ એકજ દિવસમાં 11 વધુ કેસ નોંધાયો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ એક કેસ નોંધાયો છે. શહેરી વિસ્તારમાં આજના 11 કેસમાંથી 6 મહિલા અને 5 પુરુષનો સમાવેશ થાય છે. આ તમામને હોમ આઇસોલેસનમાં રાખવામાં આવ્યાં છે. શહેરમાં હાલની સ્થિતએ કુલ 55 એક્ટિવ કેસ છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 3 એક્ટિવ કેસ છે. જામનગર શહેરમાં કોરોનાના કેસની સંખ્યા સતત વધી રહી છે.
જેમાં ડેન્ટલ કોલેજ વિસ્તારનો 22 વર્ષનો તબીબી વિદ્યાર્થી યુવાન, સમર્પણ હોસ્પિટલ ક્વાટરમાં રહેતા એક પરિવારની 17 વર્ષની તરુણી, 58-દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા એક પરિવારનો ચાર વર્ષના પુત્ર, આર્ય સમાજ માર્ગે રહેતો 23 વર્ષનો યુવાન, લીમડાના વિસ્તારમાં રહેતી 45 વર્ષની મહિલા, ઓસવાળ ગર્લ્સ હોસ્ટેલ બિલ્ડીંગમાં રહેતી 40 વર્ષની મહિલા, પટેલ કોલોનીમાં રહેતી 33 વર્ષની મહિલા, હવાઇ ચોક વિસ્તારની 40 વર્ષની મહિલા, વાલકેશ્વરી નગરી વિસ્તારની 41 વર્ષની મહિલા, કુબેર પાર્ક વિસ્તારના 41 વર્ષના પુરુષ અને સંદીપ સોસાયટીના 28 વર્ષના પુરુષનો સમાવેશ થાય છે. આ તમામને હોમ આઈસોલેશનમાં જ સારવાર આપવામાં આવી રહી છે. જામનગર શહેરમાં આજની સ્થિતિએ કુલ 55 એક્ટિવ કેસ છે. જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં એક પણ દર્દી સારવાર હેઠળ નથી. જ્યારે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં આજે ચંદ્રગઢ ગામના એક 38 વર્ષના પુરુષનો કેસ નોંધાયો છે. આમ ગ્રામ્ય વિસ્તારમાં હાલની સ્થિતિએ ત્રણ એક્ટિવ કેસ છે.
