રાજસ્થાનના ટોંક જિલ્લામાં આજે એક મોટી દુર્ઘટના સર્જાય છે. બનાસ નદીમાં નહાવા ગયેલા 11 યુવકો અચાનક જોરદાર પ્રવાહમાં તણાયા હતા. આ ઘટનામાં અત્યાર સુધીમાં આઠ યુવકોના મૃત્યું થયાના અહેવાલ છે. ઘટનાની જાણ થતા પોલીસ ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, ટોંક જિલ્લામાં બનાસ નદીમાં 11 યુવાનો નહાવા પડ્યા હતા, પરંતુ અચાનક નદીના જોરદાર પ્રવાહને કારણે તણાયા હતા. આ ઘટના અંગેની જાણ ગ્રામજનોએ પોલીસને કરી હતી. માહિતી મળતાં જ ટોંક પોલીસ, વહીવટીતંત્ર અને SDRF ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને બચાવ કામગીરી શરૂ કરી છે. અત્યાર સુધીમાં 8 યુવાનોના મૃતદેહ મળી આવ્યા છે.
