Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

‘આજે વટ સાવિત્રી વ્રત’ નિમિત્તે વ્યારા નગરમાં સૌભાગ્યવતી મહિલાઓએ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે પૂજા અર્ચના કરી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

આજે વટ સાવિત્રીનું વ્રત છે. વટ સાવિત્રી વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે ત્યારે આજના દિવસે સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે વટસાવિત્રીનું વ્રત કરી ઉપવાસ કરે છે. ત્યારે આજે તાપી જિલ્લા સહીત વ્યારા નગરમાં પણ સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે પૂજા અર્ચના કરી હતી. સનાતન ધર્મ સંસ્કૃતિમાં જેઠ મહિનાનું ધાર્મિક દૃષ્ટીકોણથી વિશેષ મહત્ત્વ રહેલું છે. તેમાં પણ જેઠ મહિનાની પૂનમને વટ કે વડ સાવિત્રી પૂનમ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે વટસાવિત્રીનું વ્રત કરી ઉપવાસ કરે છે.

ત્યારે આજે વટ સાવિત્રી વ્રત નિમિતે સૌભાગ્યવતી મહિલાઓ સોળે શણગાર સજીને શિવ મંદિરો તેમજ વડલાના ઝાડે જઈ શાસ્ત્રોક્ત વિધિ સાથે વ્રતની પૂજા કરી હતી. આજે વ્રતધારી બહેનો અબીલ, ગુલાલ, કંકુ, ચોખા, ફૂલો અને જળ ચઢાવી વડનું પૂજન કરી બાદમાં વડના ઝાડ ફરતે સુતરનો દોરો વીંટાળી પ્રદક્ષિણા કરી પતિના દીર્ઘાયુષ્યની પ્રાર્થના કરવામાં આવી હતી. વ્રતની પૂજા બાદ દિવસ દરમિયાન કેટલીક બહેનો નકોરડા ઉપવાસ કરશે. તો કેટલીક બહેનો દ્વારા ફરાળ કરી વ્રતની ઉજવણી કરવામાં આવશે. વટ સાવિત્રી વ્રતની પૂજા માટે તાપી જિલ્લા સહીત વ્યારા નગરમાં અનેક સ્થળોએ આયોજન પણ કરાયા હતા. આજે મહિલાઓ પતિના લાંબા આયુષ્ય અને સુખમય દાંપત્ય જીવન વિતે તે માટે આજના દિવસે પૂજા કરવામાં આવે છે. જયારે આજના દિવસે મહિલાઓ સવારે વહેલા ઉઠીને ભગવાનની પૂજા કરીને વડની પૂજા કરી પતિના લાંબા આયુષ્ય અને સુખ શાંતિ માટે વ્રત કરે છે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!