દેશમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. દેશભરમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 6,815ને પાર થઈ ગઈ છે, ત્યારે ગુજરાતમાં મંગળવારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 223 નવા કેસ નોંધાયા છે. જેને લઈને રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1227 પર પહોંચી ગઈ છે. જેમાંથી 23 હૉસ્પિટલમાં દાખલ છે, જ્યારે 1204 દર્દી OPD બેઝ સારવારમાં છે.
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાથી એકપણ મોત થયું નથી. દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા 6815 પહોંચી ગઈ છે. કેરળમાં સૌથી 2053 કેસ છે. ગત 24 કલાકમાં 324 નવા કેસ અને 5 દર્દીના મોત થયા છે. જેમાં કર્ણાટકમાં બે, કેરળ, દિલ્હી અને ઝારખંડમાં 1-1 દર્દીના મોત થયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 18ના મોત થયા છે. ત્યારબાદ કેરળમાં 16 મોત થયા છે.
