ગાંધીનગરનાં કલોલ પાસેનાં ધેધુ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે રિક્ષાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં રીક્ષા ચાલકને માથાનાં ભાગે ગંભીર ઇજાઓ થતા તેનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. 
મળતી માહિતી અનુસાર, ગાંધીનગરના ચરેડી છાપચિમાં રહેતો ઈશ્વરભાઈ અરજણજી વણઝારા તેની રિક્ષા લઈને કલોલ તાલુકાના ધેધુ ગામેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે કોઈ અજાણ્યા વાહને તેની રીક્ષાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ઈશ્વરજી વણઝારાને માથાના ભાગે અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું અને ૧૦૮ને અકસ્માતની જાણ કરવામાં આવતા ૧૦૮ દોડી આવી હતી અને ઘાયલ રીક્ષા ચાલકને માણસા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસીને મરણ ગયેલ જાહેર કર્યો હતો અકસ્માત અંગે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.




