Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

રાજ્યભરમાં ૪,૮૨૪ જેટલી રેડ કરીને ૪૫૫ બાળ શ્રમિકો અને ૧૬૧ તરુણ શ્રમિકોને મુક્ત કરાયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

દર વર્ષે 12 જૂનના દિવસે સમગ્ર વિશ્વમાં વિશ્વ બાળ મજૂર નિમૂલન દિવસ (World Day Against Child Labour) ઉજવવામાં આવે છે. આ દિવસ ઉદ્દેશ છે બાળકોને મજૂરીના ખૂંપમાંથી બહાર લાવી તેમને શિક્ષણ, આરોગ્ય અને સલામત બાળપણ આપવું. જેમા આપણો દેશ પણ એ દિશામાં સતત પ્રયાસશીલ છે, જેમાં રાજ્ય અને જિલ્લાની ટાસ્ક ફોર્સો મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. તાપી જિલ્લાની વાત કરીએ તો ટાસ્ક ફોર્સ દ્વારા વર્ષની અંદર ૩૪ રેડ પાડવામાં આવી હતી, જેમાંથી ૧ બાળક અને ૧૨ તરુણોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. રેસ્ક્યુ કરાયેલા બાળકને બાળ કલ્યાણ સમિતિ (CWC) પાસે મોકલવામાં આવ્યા હતા, જ્યાં તેની સાચવણી અને પુનર્વસનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત, ૧૦ નોટિસો ઇસ્યુ કરવામાં આવી અને લેબર કોર્ટ દ્વારા ૦૭ કેસોમાં દોષિતોને સજા ફટકારવામાં આવી હતી. દંડ સ્વરૂપે રુ.૫૮,૧૪૦ રકમ બેક વેજીસ તરીકે ચૂકવવામાં આવી હતી.

આ તમામ પગલાં પોલીસ, બાળ રક્ષણ વિભાગ અને એનજીઓઝના સહયોગથી હાથ ધરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, બાળ મજૂરીને નાથવા માટે દર વર્ષે તા.૧૨ જૂનને ‘વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. ભારત સરકારે વર્ષ ૧૯૮૬માં બાળ મજૂરી નિષેધ અને નિયમન કાયદો પસાર કર્યો હતો. આ અધિનિયમ ૦ થી ૧૪ વર્ષના બાળકોને કોઈપણ પ્રકારના કામ પર રાખવા માટે સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે. આ ઉપરાંત ૧૪ થી ૧૮ વર્ષના તરુણોને જોખમી ધંધાઓમાં પ્રતિબંધ અને બિનજોખમી ધંધા- વ્યવસાય પર રાખવા માટે જરૂરી નિયમો હેઠળ જોગવાઈ કરવામાં આવી છે.

બાળ અને તરૂણ શ્રમયોગી (પ્રતિબંધ અને નિયમન) કાયદાનો ભંગ કરનાર સામે દંડની જોગવાઈ કરવામાં આવી હતી જેમાં ગુજરાત સરકારે સુધારો કર્યો છે. આ કાયદામાં દંડની જોગવાઈમાં સુધારો કરનાર ગુજરાત એકમાત્ર રાજ્ય છે. ગુજરાતમાં કરવામાં આવેલા સુધારા મુજબ કાયદાના ભંગ બદલ ૬ માસથી બે વર્ષ સુધીની કેદ અથવા રૂ. ૨૦ હજારથી લઈને એક લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યમાં બાળમજૂરી વિરોધી કાયદાના અસરકારક અમલીકરણ માટે દરેક જિલ્લામાં કલેક્ટરની અધ્યક્ષતામાં એક વિશેષ જિલ્લા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવે છે.

આ ટાસ્ક ફોર્સ દ્વારા દર મહિને નિયમિત બેઠક યોજી રેડનું આયોજન કરી બાળ મજૂરોને મુક્ત કરાવે છે. બાળમજૂરી અટકાવવા માટે રેડ કર્યા બાદ બાળકોને રેસ્ક્યુ કરીને તેમનું રિહેબિલિટેશન (પુનર્વસન) પણ કરવામાં આવે છે. ગુજરાતમાં બાળ મજૂરીના દૂષણને નાથવા માટે શ્રમ આયુક્તની કચેરી દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં ચાર હજારથી વધુ રેડ પાડીને ૬૧૬ બાળકોને મુક્ત કરાવીને મજૂરીએ રાખનાર આવા એકમો પાસેથી રૂ.૭૨.૮૮ લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે. રાજ્યમાં આ કાયદા હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં દોષિતો સામે કુલ ૭૯૧ ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યા છે અને કુલ ૩૩૯ એફ.આઈ.આર. નોંધવામાં આવી છે. મુક્ત કરાયેલાં બાળકોને ચિલ્ડ્રન હોમમાં આશ્રય આપવામાં આવે છે અને ચાઇલ્ડ વેલફેર કમિટી (CWC) દ્વારા જરૂરી તપાસ બાદ માતા-પિતાને સોંપવામાં આવે છે.

બિન-ગુજરાતી બાળકોને તેમના રાજ્યની CWC મારફતે વાલીઓને સુરક્ષિત રીતે સોંપવામાં આવે છે. મુક્ત કરાયેલાં તમામ બાળકોની ઉંમર પ્રમાણે શાળા પ્રવેશ અપાવે છે. મુક્ત કરાયેલ બાળકનાં માતા-પિતા પાસે કોઈ આર્થિક ઉપાર્જનનું સાધન ન હોય, તો જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા સંચાલિત વિવિધ રોજગારલક્ષી યોજનાઓનો લાભ અપાવી તેમના પરિવારનું આર્થિક સશક્તિકરણ કરવામાં આવે છે. ૧૪ વર્ષથી નીચેના બાળકોને કોઈપણ પ્રકારના કામે રાખવા પર અને ૧૪ વર્ષથી મોટા અને ૧૮ વર્ષથી નાના તરુણોને જોખમી વ્યવસાય કે પ્રક્રિયામાં કામે રાખવા પર પ્રતિબંધ છે. આ ગુના બદલ માલિકને રૂ.૨૦ હજાર થી ૦૧ લાખ સુધીનો દંડ અથવા ૦૬ મહિના થી ૦૨ વર્ષ સુધીની જેલ સજા અથવા બંને થઇ શકે છે.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!