Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

કર્ણાટકમાં વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું : તારીખ 17 જૂન સુધી મૂશળધાર વરસાદની સંભાવના

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ભારતીય હવામાન વિભાગએ કર્ણાટકમાં વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. કર્ણાટકના ધારવાડ જિલ્લાના ડેપ્યુટી કમિશનરએ ગુરુવારે તમામ આંગણવાડીઓ, પ્રાથમિક અને માધ્યમિક શાળા, પીયુ અને ડિગ્રી કોલેજોમાં એક દિવસની રજા જાહેર કરી છે. IMDએ કર્ણાટક માટે 7 દિવસનું એલર્ટ જારી કર્યું છે, જેમાં 17 જૂન સુધી લગભગ તમામ જિલ્લામાં મૂશળધાર વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ધારવાડના હુબલી વિસ્તારમાં ગુરુવારે સવારે મુશળધાર વરસાદ પડ્યો હતો, જેના કારણે હુબલીમાં નદી તોફાની બની છે અને જિલ્લાના ઘણા હિસ્સામાં ખાસ કરીને હનાશી ગામમાં ખૂબ પાણી ભરાયા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘17 જૂન સુધી દરિયાકાંઠા અને ઉત્તર આતંરિક કર્ણાટકમાં ધોધમાર વરસાદ પડશે. તો બીજી તરફ 14 જૂન સુધી દક્ષિણ આતંરિક કર્ણાટકના જિલ્લામાં મૂશળધાર વરસાદ પડવાની સંભાવના છે. IMDએ કર્ણાટકના દરિયાકાંઠાના જિલ્લાઓમાં 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

જ્યારે ઉત્તર કર્ણાટકમાં કેટલાક સ્થળોએ 50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. IMDએ પોતાના અહેવાલમાં કહ્યું છે કે, ‘કોપ્પલ, હાવેરી, બાગલકોટ, વિજયપુરા, કાલાબુર્ગી અને રાયચુર જિલ્લામાં એક કે બે સ્થળોએ 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે સતત ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી શકે છે. બીદર અને યાદગીર જિલ્લામાં મોટાભાગના સ્થળોએ 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે મધ્યમ વરસાદની આગાહી છે. દક્ષિણ આંતરિક કર્ણાટકમાં હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદ સાથે 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે, જે કેટલાક સ્થળો પર થવાની શક્યતા છે અને શિવમોગા, ચિક્કમગલુરુ અને કોડાગુ જિલ્લામાં એક કે બે સ્થળોએ સમાન ગતિએ સતત પવન સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે.

આ સાથે જ આખી રાત પડેલા ભારે વરસાદના કારણે તુપરી ઝીલમાં પૂર આવવાથી નવલગુંડ તાલુકાના યમનૂર ગામ નજીક ચાર લોકોનો એક પરિવાર પોતાના ફાર્મહાઉસમાં ફસાઈ ગયો. પૂરના વધી રહેલા પાણીએ ઘરને ઘેરી લીધુ, જેના કારણે તેનો સંપૂર્ણ સંપર્ક તૂટી ગયો હતો. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. ગડગ જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે યાવગલ ગામ નજીક રોન તાલુકામાં બેન્ને હલ્લા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. પુલ પર પાણી ભરાઈ જવાના કારણે રોન-નારગુંડ-યાવગલ રસ્તો બંધ કરવો પડ્યો, જેના કારણે સ્થાનિકો, મુસાફરો અને ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ અંબિકા નગર ઉંકલ વિસ્તારમાં મૂશળધાર વરસાદનાં કારણે એક મોટું વૃક્ષ ધરાશાયી થયું. આ ઘટનાથી નજીકના રહેવાસીઓમાં ગભરાટ ફેલાઈ ગયો છે. ભારે વરસાદ પછી હુબલીના ઘણા ભાગોમાં પાણી ભરાયા છે.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!