અંકલેશ્વરમાં નર્મદા કિનારે નર્મદા મૈયા બ્રિજ પાસે આવેલ અંબાગીરી આશ્રમમાં લાકડા કાપતાં અટકાવનાર સેવકને માર મારી ઉત્પાત મચાવી લૂંટ ચલાવનાર ચારેય લૂંટારુઓને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા હતા. મળતી માહિતી મુજબ, અંકલેશ્વર નજીક નર્મદા કિનારે નર્મદામૈયા બ્રિજ પાસે આવેલ અંબાગીરી આશ્રમમાં વિજય તિવારી અને તેઓના મોટો ભાઈ અજય તિવારી સેવક તરીકે રહે છે. થોડા દિવસ પૂર્વે વિજય તિવારીએ અંદાડા ગામના કાલુ નામનો શખ્સ આશ્રમ નજીક લાકડા કાપવા આવ્યો હતો.
જેને જે તે વખતે અટકાવ્યો હતો. જેની રીસ રાખી કાલુ, સોનુ, ગોલુ અને અન્ય એક ઈસમ ગત તારીખ ૭મીની રાતે આવ્યા હતા અને લાકડા નહીં કાપવા દેતા તેની અદાવત રાખી વિજય તિવારીને મારમારી ચપ્પુની અણીએ હાથમાં પહેરેલી સોનાની વીટી કાઢી લીધી હતી તેમજ આંબાગીરી આશ્રમનાં માતાજી દ્વારા સાચવવા આપેલ રોકડ રૂપિયા ૩૦ હજારની લૂંટ ચલાવી હતી. આ સાથે જ તેમના ભાઈ અજય તિવારીને માર મારી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે બી ડિવિઝન પોલીસે લૂંટની ફરિયાદ નોંધી ગડખોલ પાટિયા પાસે આવેલા મેઘના એપાર્ટમેન્ટ ખાતે રહેતો મન ઉર્ફે ગોલું તુકારામ વેરેકેર, દિપક ઉર્ફે કાલુ રાજુ શાહ, સાગર દશરથ તાબે અને સુમિત રમેશ વસાવાને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.
